ઉનાના નવાબંદરના રહેવાસી મનસુખભાઈ ભગવાનભાઈ સોલંકીનું ધ્રુવ પ્રસાદ નામનું પીલાણુ (હોડી)માં યામાહા કંપનીનું રૂ. ૭૫૦૦૦નું મશીન જોઇન્ટ હતું. કોઈ અજાણ્યો ચોર ઇસમ તેને ચોરી કરીને લઇ જતા તેમણે નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનના ઇ/ચા પીઆઈ વી.કે. ઝાલાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કવોડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન આરોપી અંગે ખાનગી બાતમી મળી હતી. આથી ટીમે નવાબંદરના મસ્તાન ચોકમાં રહેતા અમીન ઉર્ફે સુરી આરીફભાઇ મન્સૂરી પાસેથી ચોરીના મશીન સહિત વીવો કંપનીનો મોબાઇલ ફોન -૦૧ કિં.રૂ.૫૦૦૦ કુલ કિં.રૂ.૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. અશ્વિનભાઇ ડોડીયા, સંજયભાઇ ચાવડા, પાંચાભાઇ બાંભણીયા, જીતેશકુમાર દમણીયા, કનુભાઇ બાંભણીયા સહિતે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.







































