ઉનાના નલીયા માંડવી ગામે એક રહેણાંક મકાનમાં શંકાસ્પદ ખાદ્યતેલનો મોટો જથ્થો હોવાની નવાબંદર પોલીસને બાતમી મળી હતી. આથી ત્યાં દરોડો પાડીને મોટી સંખ્યામાં શંકાસ્પદ ખાદ્યતેલના ડબ્બા ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. નવાબંદર મરીન પોલીસના ડી સ્ટાફ સંદીપ જણકાટ તથા પી.પી. બાંભણીયાને આ બાતમી મળી હતી. ચોક્કસ બાતમીના આધારે પી.એસ.આઈ વી.કે. ઝાલાએ રહેણાંક મકાનમાં રેડ કરતાં રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ તેલના અંદાજે ૩૨૫થી વધુ ડબ્બા ઝડપી લીધા હતા. આ અંગે પુરવઠા વિભાગને જાણ કરી હતી. પુરવઠા વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તમામ ડબ્બા જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરેલ હતી. આ શંકાસ્પદ ખાદ્યતેલના નમૂના લેવાશે.