ગુજરાત સરકારની રૂ. ૬૦ કરોડની યોજના ( GOG 60 Cr Scheme)’ અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં ખુલ્લી ૧૧ કેવી વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને ઉના શહેરમાં અંદાજીત રૂ. ૩૭ લાખના ખર્ચે ૧૧ કેવી મછુન્દ્રી અર્બન ફીડરની ‘૧૧ કેવી’ વીજલાઈનને અંડરગ્રાઉન્ડ લાઈનમાં રૂપાંતરિત કરવાની કામગીરી કરવાની હોય, જેમનું ખાતમુહૂર્ત ઉનાના વિકાસશીલ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉના નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, મયંકભાઈ જોશી, નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન ધીરુભાઈ છગ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારીયા, ચંદ્રેશભાઈ જોશી, ગીરીશભાઈ પરમાર, કાનાભાઈ બાંભણીયા, રામજીભાઈ વાજા, ઘનશ્યામભાઈ જોશી, હરેશભાઈ જોશી, મહેબુબભાઈ કચરા, શહેર ભાજપ મહામંત્રી કાંતિભાઈ છગ, કિરીટભાઈ વાજા તેમજ બાબુભાઈ ડોડીયા, રમેશગીરી ગૌસ્વામી, આશિષભાઈ ધકાણ, કિશનભાઈ મકવાણા અને PGVCLના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.