રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ઉનાના દેલવાડા ગામે આવેલ સાંઈબાબા મંદિર, ગુપ્ત પ્રયાગ રોડ ખાતે વિનામૂલ્યે શ્રી સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. જેમાં નેત્રમણી – નેત્રયજ્ઞ ઓપરેશન સુવિધા સાથે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૭૦થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો. જેમાં તમામ દર્દીઓની તપાસ કરી સારવાર આપવામા આવી હતી. તેમજ ૨૦ થી વધું મોતિયાના ઓપરેશનની જરૂર વાળા દર્દીઓને વાહનની સુવિધા સાથે રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતા.