ઉના તાલુકાના દેલવાડા ગામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ અને શંકરા આઈ હોસ્પિટલ-આણંદના સહયોગથી મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા દર મહિનાની ૮ તારીખે વિનામૂલ્યે સાતમા નેત્ર નિદાન કેમ્પ આયોજન થયું હતું, જેનો લાભ ૧૫૦થી વધારે દર્દીઓએ લીધો હતો. જેમાં ૪૦થી વધુ દર્દીઓને સારવાર માટે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા આણંદ લાવવા લઇ જવાની, સારવાર અને ભોજનની નિઃશુલ્ક સુવિધા અપાઈ હતી. પ્રમુખ હરકિશનભાઈ આઈ. કુબાવતને શુભેચ્છા પાઠવી.