ઉનાના દાંડી ગામમાં ગેરકાયદેસર દારૂના બેફામ વેચાણને રોકવામાં પોલીસની નિષ્ફળતા બાદ, ગ્રામપંચાયતે આ દૂષણને ડામવા માટે કડક પગલાં લીધા છે. પંચાયતે ગામમાં દારૂના વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. મહિલા સરપંચના પ્રતિનિધિ કાળુ મજેઠીયાએ જણાવ્યું હતું કે, દારૂના દૂષણને કારણે અનેક યુવાનોએ જીવ ગુમાવ્યા છે અને ગંભીર બીમારીમાં પણ સપડાયા છે અને કેટલીક મહિલાઓ વિધવા બની છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામપંચાયત દ્વારા તાત્કાલિક બેઠક બોલાવાઈ હતી.








































