ઉના, તા.૧૫
ઉનાના એહમદપુર માંડવી બ્લુ ફ્લેગ બીચ દરિયા કિનારા ઉપર દરિયા કાંઠાને ડેવલપ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારનું સરપ્રાઈઝ ચેકિંગ અને ઇસ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરે પોતે જાતે જ તમામ ગેમનો, દરિયા કિનારાનો, સમુદ્રનો અને તમામ દરિયાઈ રમત-ગમતનો અનુભવ પણ કર્યો હતો. ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા ગુજરાતના અહેમદપુર માંડવી બ્લુ ફ્લેગ બીચ દરિયા કિનારા ઉપર દરિયા કિનારાને ડેવલપ કરવા માટે થઈને સરપ્રાઈઝ ચેકિંગ અને ઇસ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લાઈફ જેકેટ રીંગ બોય ફર્સ્ટ એડ કીટ કોમ્યુનિકેશન સ્કીલ સીપીઆર સ્કિલ ટ્રેનિંગ સર્ટિિફકેટ સેફટી અને સલામતીનું કડક નિરીક્ષણ કરવામાં આવેલું તેમજ એડવેન્ચર વોટર સ્પોટ દ્વારા વોટર સ્પોટ્ર્સ એક્ટિવિટી જેમકે મધ્ય દરિયાની અંદર સનરાઈઝ પોઇન્ટ, ડોલ્ફિન સફારી, પેરાસિલીંગ, સ્પીડ બોટ, બમ્પર બોટ, બનાના બોટ, જેટ સ્કી, વોટર સ્કી, જેવી તમામ ગેમ કરી જાતે દરિયા કિનારાનો તેમજ સમુદ્રનો અને તમામ દરિયાઈ રમત-ગમતનો અનુભવ કર્યો હતો.