ઉનાના તડ ગામમાંથી SOGએ એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. ઈકબાલ સુલેમાન સોરઠિયા નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથીક દવાઓ આપીને ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો હતો. જિલ્લા ર્જીંય્ને તડ ગામમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ થતી હોવાની બાતમી મળતા પોલીસ તથા મેડિકલ ઓફિસર ડા. મિતેશ બારડની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ઇકબાલ સુલેમાન સોરઠિયા, જે ઉનાના કોર્ટ વિસ્તારમાં રહે છે, તે તડ ગામમાં મેડિકલ સાધનો સાથે બોગસ દવાખાનું ચલાવતો હતો અને લોકોને એલોપેથીક દવાઓ તથા સારવાર આપીને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો.









































