ઉના તાલુકાના તડ ગામના અજયભાઈ મનુભાઈ મકવાણાએ ભારતીય સેનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. માતા-પિતા, પરિવાર અને ગ્રામજનો ઉપરાંત ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ‘ભારત માતા કી જય’ ના નારા સાથે શીતળા માતાજીના મંદિરથી કુળદેવી ગેલ માતાજીના મંદિર સુધી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં આજુબાજુના ગામોના લોકો પણ જોડાયા હતા.






































