ઉના તાલુકાના જૂની વાજડી ગામે બરોડા રેલવેના પી.આઈ. એમ.આર. નકુમની કાર છેલુ નહેરમાં અચાનક આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. પી.આઈ. નકુમ, તેમની પત્ની અને પુત્ર કારમાં સવાર હતા. પુત્રએ સમયસર પાછળનો દરવાજો ખોલી દેતાં ત્રણેયનો આબાદ બચાવ થયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક બે ટ્રેક્ટરની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢી હતી.