ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી વાળા રાજેશભાઈ કરસનભાઈ પોતાના માદરે વતન ચાંચકવડ ગામે પરત ફરતા ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ગામલોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગામના સરપંચ નારણભાઇ સોલંકી તથા રમેશભાઈ કામલિયા અને વિજાભાઈ રામ જેવા આગેવાનો જોડાયા હતા. ગામના લોકોમાં અને યુવાનોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.