ઉના તાલુકામાં છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત ગ્રુપ ‘એક દિવાળી માનવતાની’ દ્વારા આ વર્ષે વેરાવળના ટાવર ચોકમાં જરૂરિયાતમંદ લોકો માટે કપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ, તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવાણિયા, ઉનાના રાધેભાઈ જોશી, કમલેશભાઈ ચંદાણી, જીગ્નેશભાઈ દેસાઈ, વેરાવળના ગૌરવગીરી ગોસ્વામી, ચિરાગભાઈ ગોસ્વામી, યશભાઈ ગોસ્વામી, કલ્પેશભાઈ દેવડીયા સહિતના કાર્યકર્તા ભાઈઓ તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.








































