ઉના, તા.૧૫
સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર-પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિઓ નેસ્તનાબુદ કરવા સૂચના આપી છે. એલ.સી.બી.ના ઇ.ચા.પો. ઈન્સ. એ. બી. જાડેજાના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી. સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. રાહુલભાઇ છેલાણા, પો.હેડ કોન્સ. ગોવિંદભાઇ વાળા, પો.કોન્સ. વિજયભાઇ ચૌહાણને સંયુકત રીતે બાતમી મળી હતી કે, ગાંગડા ગામે હોટેલ ભગીરથના રૂમ નં.૧૦૫માં ૨૦ જુગારી એકઠા થયા છે. પોલીસે ત્યાં રેઇડ કરતાં રમી નામનો જુગાર રમતાં યાકુબભાઇ અબ્દુલકરીમ સસ્તાન મન્સુરી મોઠા તા.ઉના હાલ સુરત, હારૂનભાઈ અબ્બાસભાઇ મન્સુરી રહે. વરસીંગપુર હાલ સુરત, સોયેબભાઈ અલ્લારખાભાઈ મન્સુરી રહે. વરસીંગપુર, હાલ સુરત, જુબેરભાઈ દાદુભાઈ મન્સુરી રહે.વરસીંગપુર, ઇકબાલભાઇ બહાઉદીનભાઈ સમા રહે.સુરત, અકરમભાઇ ઇકબાલભાઇ બમાણી મન્સુરી રહે. ટીંબી, નીરવભાઇ રાજુભાઈ લાલાણી ખોજા રહે. ટીંબી, જુનેદભાઈ સતારભાઇ સરવૈયા મન્સુરી હાલ સુરત, મહમદ દાનીશ અબ્દુલ રહેમાન સરતાન, સોહીલભાઈ હારૂનભાઈ ઘાંચી તા.કામરેજ સુરત પકડવાના બાકી મહમદ રફીક મન્સુરી રહે. સુરત સહિતનાઓને હોટેલમાં જુગાર રમતાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.