ઉના-ભાવનગર રોડ પર આવેલ ગાંગડા ગામના પુલ પાસે હાઇ-વેનું કામ અધૂરૂં છોડી દેવામાં આવતા વાહન ચાલકોમાં આક્રોશની લાગણી પ્રસરી છે. રોડનું કામ અધૂરૂં છોડી દેવામાં આવતા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. થોડા સમય પહેલા જ એક તરફનો રોડ શરૂ હતો, જેથી વન-વેના કારણે એસટી બસ અને કન્ટેનર વચ્ચે જારદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧રથી વધારે લોકોને ઇજાઓ થવા પામી હતી. અકસ્માતની ઘટનાના કારણે હાઇ-વે ઓથોરિટી દ્વારા હાઇ-વેનું કામ અધૂરૂં છોડી દઇ રોડ ખુલ્લો મુકી દેવામાં આવતા હવે ગંભીર અકસ્માતની ભીતિ હોય, રસ્તા પર પુલની સાઇડોમાં આડશ મુકવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.