ઉના તાલુકાના ગરાળ ગામે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમવાર મહિલાઓએ શસ્ત્રપૂજન કર્યું હતું. સ્વામિનારાયણ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર આ પૂજન કર્યું હતું. ગામની ગરાસિયા રાજપૂત ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓએ આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સૌપ્રથમ બહેનોએ વરસતા વરસાદમાં તલવાર રાસ રજૂ કર્યો હતો. પરંપરાગત રીતે દશેરા પર્વે ભાઈઓ દ્વારા શસ્ત્રપૂજન થતું આવ્યું છે, પરંતુ આ પ્રથમવાર છે કે ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓએ શસ્ત્રપૂજન કર્યું. આ પ્રસંગે તલવારબાજીના રાસ અને જગદંબાની સ્તુતિ જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા.