ઉનાના ગરાળ ગામે આવેલા ભુતડાદાદા આશ્રમ ખાતે ક્રિષ્નેશ્વર મહાદેવ મંદિરનો ૧૧મો પાટોત્સવ આગામી તા.૩ ને અખાત્રીજના દિવસે યોજાનાર છે. જેમાં દેહશુધ્ધિ, હોમાત્મક લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક, ષોડસોપચાર પૂજન, બપોરના ભોજન પ્રસાદ, સાંજે ૪ કલાકે બીડા હોમ અને રાત્રીના ૧૦ કલાકે ભવ્ય સંતવાણી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણી કાર્યક્રમમાં વિજય ગઢવી, શામળદાન ગઢવી તથા સાજીંદાઓ રમઝટ બોલાવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ભાવિકોને પધારવા મહંત અમરગીરીજી ગુરૂશ્રી ક્રિષ્નાનંદગીરીજી મહારાજ દ્રારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.