ઉના તાલુકાના ગરાળ ગામે રહેણાંક વિસ્તારમાં સિંહો ત્રાટક્યા હતા. આ ઘટનામાં બે પશુઓના મોત થયા છે, જ્યારે એક પશુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. શનિવારે રાત્રિના સમયે ખોરાકની શોધમાં સિંહો ગરાળ ગામના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. ગામની શેરીઓમાં રખડતા પશુઓ પર તેમણે હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. સિંહોના આ હુમલામાં બે રખડતા પશુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમાં બે પૈકીમાં એક પશુને ગામની બાજુ આવેલ વાડીમાં મારણની મિજબાની માણી હતી. ઈજાગ્રસ્ત પશુની સારવાર ચાલી રહી છે. સ્થાનિકોએ વન વિભાગ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.










































