ઉના તાલુકાના ગરાળ ગામ ખાતે ગરાસિયા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી (દશેરા)ના પાવન પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરાસિયા રાજપૂત સમાજના પ્રમુખ મનહરસિંહ રાઠોડ, ઉપપ્રમુખ બહાદુરસિંહ રાઠોડ તેમજ નવનીતસિંહ રાઠોડ, વજેસિંહ રાઠોડ અને વિજયસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. શસ્ત્રપૂજન સંપન્ન થયા બાદ તમામ આગેવાનો અને યુવાનોએ નાગણેશ્વરી માતાજીના આશીર્વાદ લીધા હતા. સૌએ એકબીજાને દશેરાના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાં એકતા તથા ભાઈચારો જળવાઈ રહે તે માટે માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી.