ઉના તાલુકાના ખાપટ ગામે સરકારી અને ગૌચરની જમીન પર વર્ષોથી થયેલાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવા તંત્રએ સપાટો બોલાવ્યો છે. અંદાજે ચાર કરોડ રૂપિયાની કિંમતની ૫૭ વિઘા જમીન દબાણમુક્ત કરાવાઈ છે. જિલ્લા કલેક્ટરના આદેશથી શરૂ થયેલી આ ઝુંબેશમાં તાલુકા પંચાયતના અધિકારીઓ અને પોલીસની ટીમ જોડાઈ હતી. ગીરગઢડા-ઉના હાઈવે પર બસ સ્ટેન્ડ પાસેની ગેરકાયદેસર દુકાનોને પણ દૂર કરાતાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.









































