ઉનાના ખત્રીવાડા-સનખડાની વચ્ચે આવેલ રસ્તો માલણ નદીના પૂરના કારણે દર ચોમાસામાં બંધ થઇ જાય છે. આ કોઝવેને ક્રોસ કરવા માટે ખત્રીવાડા અને સનખડાના રહેવાસીઓ જીવના જોખમે ટ્રેક્ટરમાં બેસીને જાય છે. આ બાબતે ખત્રીવાડા અને સનખડાના સરપંચો છેલ્લા કેટલાય વર્ષોથી રજૂઆતો કરે છે પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભારે વરસાદની સ્થિતિમાં ખત્રીવાડા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના અથવા કોઈ બીમાર કે ડિલિવરી વગેરે માટે એર લિફ્‌ટ સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જો આ સમસ્યાનું કાયમ માટે નિરાકરણ લાવવું હોય તો આખા રોડનો સર્વે કરીને નદી-નાળા હોય ત્યાં ઉંચા પુલ બાંધવામાં આવે, રસ્તો પહોળો તથા સીસી રોડ બનાવવો જોઇએ તેવું ગામ લોકોનું માનવું છે.