ઉનાના કેસરીયા ગામે હાઇવે બ્રીજ પાસે દિવ જતાં રસ્તા પર કોઈ જાતનું સાઈન બોર્ડ લગાવવામાં આવેલ ના હોવાથી બહારગામનાં અનેક પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેસરીયા ગામે દિવ તરફ જવા માટેનું કોઈ જાતનું સાઈન બોર્ડ હાઇવે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું નથી. જેથી ઉના-વેરાવળ હાઇવે પર વેરાવળ, રાજકોટ થી ઉના દિવ તરફ આવતા પર્યટકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ફોરટ્રેક નેશનલ હાઈવ તંત્રની બેદરકારીના કારણે અનેક વાહન ચાલકો કેસરીયા થી દિવ જવાના બદલે સીધા ઉના પહોચી જતાં હોય છે. પર્યટકોને ઉના સુધી હેરાન થવું ના પડે તેને ધ્યાને રાખી હાઈવે તંત્ર દ્વારા તાત્કાલિક સાઇન બોર્ડ લગાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.