ઉના તાલુકાના કાજરડી ગામની પ્રાથમિક શાળા-૨માં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને તમાકુના હાનિકારક પ્રભાવો વિશે જાગૃત કરવાનો અને તેમને વ્યસનથી દૂર રાખવાનો હતો. તાલુકા હેલ્થ કચેરી, ઉનાના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક આરોગ્ય વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. તેમાં ડા. બામણીયા, ડા. હેતલ, એફએસડબલ્યુ દક્ષાબેન, સીએચઓ ચાવડા અને એમપીડબલ્યુ વિશાલભાઈ સામેલ હતા.કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓ માટે તમાકુ નિયંત્રણ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડા. બામણીયાએ તમાકુના દુષ્પરિણામો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.