રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૦૭ થી ૧૫ ઓક્ટોબર દરમ્યાન વિકાસ સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ઉના તાલુકા વહીવટી તંત્ર દ્વારા ઉમેજ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત ગીર સોમનાથની ભાચા બેઠક અંતર્ગત આવતા ગામોના વિવિધ યોજનાઓના રૂ. ૧.૭૨ કરોડના કુલ ૬૦ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૨.૫૧ કરોડના ૧૪ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.






































