ઉના તાલુકાના ઉમેજ ગામમાં મધમાખીના હુમલાથી ૫૮ વર્ષીય કાળુભાઈ મેઘાભાઈ ગોહિલનું કરૂણ મોત નીપજ્યું છે. ગત રાત્રિના સમયે કાળુભાઈ પોતાની વાડીએ રખોપું કરવા ગયા હતા, જ્યાં ઝેરી મધમાખીઓના ઝુંડે તેમના પર અચાનક હુમલો કર્યો હતો.મધમાખીઓથી બચવા માટે ભાગવા જતાં કાળુભાઈ નજીકના ખાડામાં પડી ગયા હ તા. મધમાખીઓએ તેમના ચહેરા અને શરીર પર અસંખ્ય ડંખ મારતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. સવારે પરિવારજનો વાડીએ પહોંચતા કાળુભાઈનો મૃતદેહ ખાડામાંથી મળી આવ્યો હતો. મૃતદેહને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.