ઉનાના સીમાસી-કાણકિયા ગામ જતાં રસ્તા પર એક કારમાં મોડી રાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગી જતાં કાર બળીને ભસ્મીભૂત થઈ ગયેલ હાલતમાં રસ્તા પર જોવા મળી હતી. આ કાર સીમાસીથી કાણકિયા તરફ જતી હતી ત્યારે આગ લાગી હતી. જોકે આગમાં કાર બળીને ખાક થઈ છતાં કારમાં બેઠેલા વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. બળીને ખાક થઈ ગયેલ જી જે ૦ એ આર ૪૩૬૫ નંબરની આ કારમાં કોણ અને કેટલા વ્યક્તિ સવાર હતા અને કયાંની અને કોની કાર છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.