ઉનાના સામતેર ગામના યુવાને લગ્ન મંડપમાં સાત ફેરા પહેલાં જ લોકશાહીનાં પર્વ અવસરે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યુ હતું. સામતેર ગામમાં રહેતા ભરતભાઈ જીવાભાઈ ચૌહાણનાં મતદાનના દિવસે લગ્ન હતાં, જોકે શુભમુહૂર્તમાં પોતાની જાન લઇને પરણવા જતાં પહેલાં જ પોતાના ગામમાં મતદાન મથક પર પોતે શેરવાની અને હાથમાં તલવાર સાથે બૂથમાં પહોંચ્યા હતા અને મતદાન કરી ઉત્સાહ સાથે જાન લઈ પરણવા ગયાં હતાં.