ઉના,તા.રર
ઉનાના ભીમપરા નજીક વાડી વિસ્તારમાં દીપડાએ રહેણાંક બનાવી લીધું હોય તેમ અવારનવાર મોડી રાત્રે આંટાફેરા કરતો જોવા મળે છે અને પશુઓનું મારણ કરે છે. થોડા દિવસ પહેલા ભોયલા વાડી વિસ્તારોમાં એક રહેણાંક મકાનની દિવાલ ઉપર ચઢીને દીપડો આરામ ફરમાવતો જોવા મળ્યો હતો, જે સીસીટીવી કેમેરામાં કેદ થતા વનવિભાગને જાણ કરી હતી. આથી ભીમપરા નજીક મુકેશભાઇ બાંભણીયાની વાડીમાં પાંજરૂ ગોઠવતા દીપડો પાંજરે પુરાયો જેથી આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.