મુંબઇ સેશન કોર્ટે સાંસદ નવનીત રાણા અને તેના પતિ ધારાસભ્ય રવિ રાણાને શરતોનની સાથે જામીન આપ્યા છે પરંતુ આમ છતાં પણ રાણા દંપત્તિની મુશ્કેલીઓ ઓછી થતી નજરે પડી રહી નથી.બીએમસીએ રાણાના ખાર ખાતેના ફલેટની બહાર એક નોટીસ ચોંટાડી છે આ નોટીસ અનુસાર બીએમસી એ નિરીક્ષણ કરશે કે રાણાના ફલેટમાં ગેરકાયદેસર નિર્માણ તો કરવામાં આવ્યું નથીને તેને લઇ બીએમસીની એક ટીમ રાણા દંપત્તિના ઘરે પણ ગઇ હતી પરંતુ ત્યાં કોઇ ન મળવા પર ખાલી હાથ પરત ફરી હતી.
આ બાબતે નવનીત રાણાના પતિ રવિ રાણાનું કહેવુ છે કે નવનીતની તબીયત સારી નથી તેને હજુ પણ દર્દ છે તેમણે કહ્યું કે જયારે હું જેલમાં હતાં ત્યારે મારા ધર પર બીએમસીએ નોટીસ લગાવી હતી જયારે અમે ન હતાં તો બીએમસીની ટીમ બે વાર ઘરે આવી હતી બીએમસીની મદદ કરવા માટે ધરે આવ્યો પરંતુ તે આવી નહીં નવનીતની તબીયત ઠઢીક નથી આથી હું તેની સાથે છું રવિએ તેમની સાથે થયેલ કાર્યવાહીને નફરત અને દ્રેષની રાજનીતિ ગણાવી હતી.
દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ પાટીલે મામલા પર કહ્યું કે પોલીસે સમજી વિચારીને રાજદ્રોહનો ચાર્જ લગાવ્યો હતો હવે કોર્ટે કેટલીક ટીપ્પણી કરી છે પરંતુ જે નવનીત રાણા કરવા જઇ રહી હતી તે ખોટું હતું પાટિલે કહ્યું કે નવનીત રાણાથી માફી માંગવાનો સવાલ જ ઉભો થતો નથી પોતાની હરકત માટે તેઓએ માફી માંગવી જાઇએ જે રીતે તેમણે વાતાવરણ બગાડયું તે બિલકુલ ખોટું હતું.
આ દરમિયાન પાટિલે એમએનએસ વડા રાજ ઠાકરેને લઇને પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે રાજ ઠાકરેની વિરૂધ્ધ પણ કાર્યવાહી થશે જા તપાસ બાદ લાગશે તો વધુ કડક કલમો લાગુ કરવામાં આવશે તેમણે કહ્યું કે તેમને આગળ આવી રેલીઓને મંજુરી આપવી કે નહીં તે ત્યાંની સરકાર નક્કી કરશે ગૃહમંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થા બિગાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
નવનીત રાણાને મળેલી સુરક્ષા પર પણ પાટિલે હુમલો કર્યો તેમણે કહ્યું કે કેન્દ્રથી સુરક્ષા આપવી ખોટું છે પરંતુ આવી સુરક્ષા લઇ કંઇ પણ કરવું કે તમે કોઇ પણ ઘરની બહાર જઇ આંદોલનની ધમકી આપો તે ખોટું છે તેમણે કહ્યું કે કેન્દ્ર વિરૂધ્ધ રાજય એજન્સીનું સંધર્ષ ન થાય તેનો પ્રયાસ છે પરંતુ દુર્ભાદગ્યથી કેન્દ્રીય એજન્સીઓ અતિરેક કરી રહી છે.
એ યાદ રહે કે નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાએ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના નિવાસ માતોશ્રીની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી પરંતુ પોલીસે તેમની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે તેમના પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો જો કે તબીયત ખરાબ હોવા છતાં નવનીત રાણાને જેલથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં.