મહારાષ્ટÙના થાણેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કલ્યાણ શહેરમાં શિવસેના ઠાકરે જૂથને મોટો ઝટકો લાગ્યો છે. ઠાકરે જૂથના ઘણા અધિકારીઓ અને કાર્યકરો પાર્ટી છોડીને શિવસેના શિંદે જૂથમાં જાડાયા છે. ધારાસભ્ય વિશ્વનાથ ભોઇરની હાજરીમાં સેંકડો લોકોને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે.
હકીકતમાં, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઓપરેશન ટાઇગર હેઠળ શિંદે જૂથમાં ઘણા લોકો સામેલ થયા છે. કલ્યાણમાં શિંદે જૂથમાં જાડાવા અંગે ધારાસભ્ય વિશ્વનાથ ભોઇરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘એકનાથ શિંદે અને તેમના પુત્રની કાર્યશૈલી જાઈને કલ્યાણના ઘણા યુબીટી અધિકારીઓ અને કાર્યકરો શિંદે જૂથમાં જાડાયા છે. અમે બધાનું સ્વાગત કરીએ છીએ અને અભિનંદન આપીએ છીએ અને આગળના કાર્ય માટે તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ.’
આ પહેલા ૧૮ જૂન, ૨૦૨૫ ના રોજ કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વસંત દાદા પાટિલના પુત્રવધૂ જયશ્રી પાટિલ સાંગલી જિલ્લાના સેંકડો કાર્યકરો સાથે ભાજપમાં જાડાયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલે પણ હાજર હતા.
વસંતદાદા પાટિલની પુત્રવધૂ કોંગ્રેસ છોડી દેવાથી પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપની તાકાત વધશે અને ખાસ કરીને મરાઠા વોટ બેંક ભાજપ તરફ આવશે. નોંધનીય છે કે વસંતદાદા પાટિલ મહારાષ્ટ્રના એક અગ્રણી રાજકારણી હતા, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતા હતા. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને રાજસ્થાનના રાજ્યપાલ પણ હતા. ૧૯૬૭ માં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટÙના રાજકારણમાં તાજેતરની આ ૨ ઘટનાઓ ચર્ચાનો વિષય બની રહી છે. એક તરફ, શિંદે જૂથ મજબૂત થઈ રહ્યું હોય તેવું લાગે છે અને બીજી તરફ, ભાજપની વોટ બેંક વધતી જતી હોય તેવું લાગે છે.








































