શિવસેનાના ચૂંટણી પ્રતીક પર ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો ફરી એકવાર સામ-સામે જોવા મળ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથે સ્થાનિક ચૂંટણીઓને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી છે. જોકે, સુપ્રીમ કોર્ટે વહેલી સુનાવણીની માંગને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે તે ૧૪ જુલાઈએ આ કેસની સુનાવણી કરશે.

ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સ્થાનિક ચૂંટણીઓ આવતા અઠવાડિયે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. અમે એનસીપી કેસમાં જારી કરાયેલા કેટલાક વચગાળાના નિર્દેશો ઇચ્છીએ છીએ. તેમને પ્રતીક આપવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી હવે આવતા અઠવાડિયે થશે. આ કેસ છેલ્લા બે વર્ષથી પેન્ડીંગ હતો.

એકનાથ શિંદે જૂથના વકીલે આ બાબતનો વિરોધ કર્યો છે. બે ચૂંટણીઓ થઈ ચૂકી છે. આ મામલો જસ્ટીસ સૂર્યકાંત સમક્ષ પણ આવ્યો હતો, જેના પર કોઈ આદેશ આપવામાં આવ્યો ન હતો. આ કેસ ૧૬ જુલાઈ માટે સૂચિબદ્ધ છે. જસ્ટીસ એમએમ સુંદરેશે કહ્યું કે આ કેસની સુનાવણી ૧૪ જુલાઈએ થશે. જા તે પેન્ડીંગ છે, તો કોઈ સમસ્યા નથી. કોઈ હક ગુમાવશે નહીં. ઉતાવળ શું છે?