મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય લડાઈ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ શિવસેના સાંસદ સંજય રાઉતને સમન્સ જોરી કર્યું છે. તેમને ૨૮ જૂન મંગળવારના રોજ પત્રા ચાલ જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઈડીની નોટિસની થોડી જ મિનિટો બાદ ઉદ્ધવે એકનાથ શિંદે સહિત ૯ મંત્રીઓના પોર્ટફોલિયો છીનવી લીધા હતા.
શિંદેનો પોર્ટફોલિયો શહેરી વિકાસ અને એમએસઆરટીસી સુભાષ દેસાઈને સોંપવામાં આવ્યો છે. ગુલાબરાવ પાટીલનો પોર્ટફોલિયો અનિલ પરબને સોંપાયો, તો ઉદય સામંત, સંદીપન ભૂમરે અને દાદા ભૂસે નો ચાર્જ આદિત્ય ઠાકરેને સોંપાયો.