ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે વિસ્તારમાં ટ્યૂશન કલાસીસ ચલાવવામાં આવે છે તે વિસ્તારના બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસ આકાશી મેલડી માના મંદિરનો યોજાયો હતો. મંદિરે જઈને સૌ પ્રથમ બાળકોએ માતાજીના આશીર્વાદ લઈ અલગ- અલગ પ્રકારની રમતો રમ્યા હતા. પરત ફરતી વખતે બધા બાળકોને સાવરકુંડલામાં ઢોસા ખવડાવવામાં આવ્યા હતા. આ પ્રવાસમાં બાળકોની સાથે ધારાબેન ગોહિલ, હેતલબેન ગોહિલ, જાનવીબેન શિયાળ, કૌશિકભાઈ શિયાળ અને મીનાબેન ગોહિલ જોડાયા હતા.