ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટે સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ અને કલ્યાણ માટે એક સરાહનીય પહેલ કરી છે. ટ્રસ્ટે આજે ૭૦ બાળકોને વોટર બેગ, લંચ બોક્સ અને સ્કૂલ બેગનું મફત વિતરણ કર્યું હતું. ટ્રસ્ટના પ્રવક્તાએ જણાવ્યું કે, “અમારું ધ્યેય છે કે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. અમે માત્ર શૈક્ષણિક સામગ્રીનું વિતરણ જ નહીં, પરંતુ સ્લમ વિસ્તારના બાળકોને નિઃશુલ્ક ટ્યુશન અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી પાડીએ છીએ.” આ વિતરણ કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો ધારાબેન ગોહિલ, જાનવીબેન શિયાળ, પ્રિયાંશીબેન માંડવીયા, સંજયભાઈ ચોટલીયા અને રવિભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા.