રાજસ્થાનમાં દીપડાના હુમલાથી ગભરાટ ફેલાયો છે. ઉદયપુરમાં ગુરુવારે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં એક દીપડાએ બે લોકોના જીવ લીધા છે. બે સપ્તાહ પહેલા પણ દીપડાએ એક મહિલાનું મોત નીપજ્યું હતું. છેલ્લા ૫ મહિનામાં અહીં દીપડાના હુમલામાં ૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં દીપડાઓના વધતા હુમલાનું મુખ્ય કારણ તેમની વસ્તીમાં વધારો છે. વન વિભાગ દ્વારા કરવામાં આવેલી વોટર હોલ સેન્સસ મુજબ, આ વર્ષે દીપડાની વસ્તી વધીને ૯૨૫ થઈ છે જે ૨૦૨૨માં ૮૧૮ હતી.
૮ સપ્ટેમ્બરે જ ૪૦ વર્ષની મીરાબાઈએ દીપડાના હુમલામાં જીવ ગુમાવ્યો હતો. માનવ મૃત્યુના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વન વિભાગે એનડબ્લ્યુબી (નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડ)ને પણ પત્ર લખ્યો છે. આ ઉપરાંત વન વિભાગે રાજસ્થાનમાં દીપડાઓનું સંરક્ષણ કરતી દ્ગ્ઝ્રછ (નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી)નો પણ સંપર્ક કર્યો છે અને આ મામલે મદદ માંગી છે.અહીં વન વિભાગની ટીમો માનવભક્ષી દીપડાને પકડવામાં વ્યસ્ત છે. પરંતુ, હજુ સુધી તેમને કોઈ સફળતા મળી નથી. પેન્થર્સ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે.
મળતી માહિતી મુજબ, દીપડાનો પહેલો શિકાર બુધવારે સાંજે ગોગુંડા વિસ્તારમાં એક સગીર બાળકી બની હતી. આ ઘટનાના ૨૪ કલાકમાં જ ફરી સાંજે ગોગુંડા વિસ્તારમાં એક દીપડાએ એક યુવક પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. આ યુવક ગોગુંડાના ભેવડિયા ગામનો રહેવાસી હતો. જંગલમાંથી ઘરે આવતા સમયે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં માર્યા ગયેલા યુવકની ઓળખ ખુમારામ તરીકે થઈ છે.