દક્ષિણ ઉત્તર મેસેડોનિયા શહેર કોકાનીમાં શનિવારે મોડી રાત્રે એક નાઈટક્લબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ૫૧ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. ફાયર વિભાગ મદદ માટે પહોંચ્યું ત્યાં સુધીમાં આ લોકો મૃત્યુ પામ્યા હતા. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગૃહમંત્રી પાનસે તોશકોવ્સ્કીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. તોશકોવ્સ્કીએ જણાવ્યું હતું કે સ્થાનિક પોપ ગ્રુપના કોન્સર્ટ દરમિયાન સવારે ૨ઃ૩૫ વાગ્યે આગ લાગી હતી. તેમણે કહ્યું કે ક્લબની મુલાકાત લેતા યુવાનોએ ફટાકડા ફોડ્યા જેના કારણે આગ લાગી. કોકાનીમાં હોસ્પિટલો અને ઓફિસોની સામે પરિવારના સભ્યો એકઠા થઈ રહ્યા છે, અને અધિકારીઓને આ સંદર્ભમાં વધુ માહિતી આપવા વિનંતી કરી રહ્યા છે. તોશકોવ્સ્કીએ કહ્યું કે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે પરંતુ તેની સંડોવણી વિશે વિગતો આપી નથી.