મહિના ભરમાં ડેન્ગીના દર્દીની સંખ્યા બેગણી થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે એક દશકામાં પહેલી વાર આ વર્ષે સૌથી વધારે ૨૭ હજોરથી વધારે કેસ મળ્યા છે. જ્યારે વર્ષ ૨૦૧૭માં ૧૯૭ અને વર્ષ ૨૦૧૮માં ૨૧૦ ડેન્ગૂ દર્દી મળ્યા હતા. મેડિકલ વિશેષજ્ઞો મુજબ ફોગિંગની જગ્યાએ લાર્વા નિયંત્રણ અને મચ્છરદાની પ્રયોગ પર ભાર મુકવો પડશે.
રાજ્યમાં ડેન્ગીના દર્દીઓ મળવાનો સિલસિલો ઓગસ્ટમાં શરુ થયો હતો. આ બાદ ફિરોજોબાદ, મથુરા સહિત આસપાસના વિસ્તારોમાં તાવથી મોત થયા બાદ તપાસની સ્પીડ વધારી દીધી. હવે દરેક જિલ્લામાં દર્દી મળે છે. ઓક્ટોબરમાં ૧૩, ૯૭૨ દર્દી મળ્યા હતા. નેવેમ્બરમાં આ સંખ્યા વધીને ૨૭, ૧૦૯ થઈ ગઈ. ગત વર્ષ નવેમ્બરમાં આ ફક્ત ૩૩૧૮ હતા.
સ્વાસ્થ્ય વિભાગ અનુસાર આ વર્ષે સૌથી વધારે ૫,૭૬૬ દર્દી ફિરોજોબાદમાં મળ્યા. આ ઉપરાંત લખનૌમાં ૨૧૧૮, મેરઠમાં ૧૬૨૧, મથુરામાં ૧૫૭૮, પ્રયાગરાજમાં ૧૪૨૪, ઝાંસીમાં ૧૨૮૨, કન્નોજમાં ૧૨૫૯, ગાજિયાબાદમાં ૧૧૮૫, આગ્રામાં ૧૦૭૫ અને મુરાદાબાદમાં ૧૦૩૧ દર્દી મળ્યા છે. અન્ય જિલ્લામાં એક હજોરથી ઓછા દર્દી મળ્યા છે. ત્યારે ડેંગ્યુથી ૮ લોકોના મોત થયા છે.
પૂર્વ સ્વાસ્થ્ય મહાનિર્દેશક ડો. બદ્રી વિશાલે કહ્યું કે , શરુઆતમાં ટીમ કોરોના નિયંત્રણમાં લાગી હતી. જેથી ડેન્ગી પર ધ્યાન ન આપવામાં આવ્યું. જ્યારે આ બિમારી વધી તો નિયંત્રિત કરવાની રણનીતિ અપનાવવામાં આવી. આ બેદરકારીને લીધે ડેન્ગી સતત ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગનું ફોગિંગ પર ભાર છે જ્યારે ડેન્ગી માટે એન્ટી લાર્વા દવાઓનો છંટકાવ થવો જોઈએ. પરિવારના એક પણ સભ્યને તાવ આવે છે તો તેમને મચ્છરદાનીમાં રાખવા જોઈએ. જેથી તેનો પ્રસાર ઓછો થઈ જોય મહાનિર્દેશક સ્વાસ્થ્ય ડો. વેદબ્રત સિંહે કહ્યું કે આ વર્ષે વરસાદમાં પાણી ખૂબ ભરાયા. જેનાથી મચ્છરોને મદદ મળી. હવે ઠંડી વધી છે. ધીરે ધીરે ડેન્ગુની અસર ઓછી થવા લાગશે. વિભાગ તરફથી દરેક સ્તર પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.