ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થીતિ યથાવત છે. મધ્યપ્રદેશમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે ડેમ પાણીથી ભરાઈ ગયા છે. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૦ લોકોના મોત થયા છે. રાહત કમિશનરના કાર્યાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૈનપુરીમાં પાંચ, જાલૌન અને બાંદામાં બે-બે અને એટાહમાં એક વ્યÂક્તના મોત થયા છે. હવામાન વિભાગે અવધ અને રોહિલખંડ પ્રદેશોના એક ડઝનથી વધુ જિલ્લાઓમાં અતિશય વરસાદ, અચાનક પૂર અને અન્ય વરસાદ સંબંધિત ઘટનાઓની ચેતવણી જારી કરી છે. રાજ્યના રાહત કમિશનર જીએસ નવીન કુમારે જણાવ્યું હતું કે, “તાજેતરના વરસાદને ધ્યાનમાં રાખીને, પૂર પીએસી/એસડીઆરએફ/એનડીઆરએફની ટીમોને વધુ વરસાદવાળા જિલ્લાઓની ચોવીસ કલાક દેખરેખ માટે જરૂરિયાત મુજબ તૈનાત કરવામાં આવી છે.”
ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૨૮.૬ મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના ૭૫માંથી ૫૧ જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો છે. હાથરસ જિલ્લામાં સૌથી વધુ ૧૮૫.૧ મીમી વરસાદ નોંધાયો છે. તે જ સમયે, ગુરુવારે મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે ૧૧ લોકોના મોત થયા હતા, જેમાં દતિયામાં દિવાલ ધરાશાયી થવાથી સાત લોકોના મોતનો સમાવેશ થાય છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મોહન યાદવે લોકોને રાહત આપવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગ્વાલિયરમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ભીંડમાં એક વ્યકતીનું મોત થયું છે. ગ્વાલિયરમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી ૫૦૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
દતિયા શહેરના ખલકાપુરા વિસ્તારમાં વહેલી સવારે ૪ વાગ્યે ભારે વરસાદને કારણે એક ઘરની નજીકના મધ્યયુગીન કિલ્લાની દિવાલ ધરાશાયી થતાં સાત લોકોના મોત થયા હતા. “નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ તેલંગાણાના હૈદરાબાદથી દિવસ દરમિયાન પહોંચી હતી અને ગ્વાલિયરમાં બચાવ કામગીરીમાં જાડાઈ હતી, જ્યાં સવારે ૮ઃ૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકના સમયગાળામાં ૧૯૮.૪ મીમી વરસાદ થયો હતો,” એક અધિકારીએ જણાવ્યું હતું. ગ્વાલિયરમાં નર્સરીથી લઈને આઠમા ધોરણ સુધીની શાળાઓ તેમજ ઓફિસોને શુક્રવાર અને શનિવારે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગના ભોપાલ કેન્દ્રના અધિકારી વી એસ યાદવે પીટીઆઈને જણાવ્યું હતું કે મંગળવારથી રાજ્યના ઉત્તરીય ભાગમાં ગ્વાલિયર અને ચંબલ વિસ્તારોમાં ભારે વરસાદ આગામી બે દિવસમાં ઘટવાની ધારણા છે.
દિલ્હીમાં છેલ્લા ૨ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો
આભાર – નિહારીકા રવિયા છે, જેના કારણે રાજધાનીમાં જળબંબાકારની Âસ્થતિ પ્રવર્તી રહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રસ્તાઓ બંધ છે.