રાજકીય પક્ષો ૨૦૨૨ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે તમામ પ્રકારના વચનો આપી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ વધુ એક ચૂંટણી વચન આપ્યું છે. પ્રિયંકા ગાંધીના વચનોથી જ્યાં અન્ય રાજકીય પક્ષોની બેચેની વધી ગઈ છે. તો ત્યાં જ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં પોતાનું ખોવાયેલું રાજકીય મેદાન પાછું મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટિવટ કરીને ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં છોકરીઓ માટે કૌશલ્ય શાળાઓ ખોલવાનું વચન આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ લખ્યું,વીરાંગના ઝલકારી બાઈજીને શ્રદ્ધાંજલિ. કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, જો સરકાર બનશે તો ઝલકારી બાઈજી જેવી વિરાંગનાઓના નામે દરેક જિલ્લામાં છોકરીઓમાટે કૌશલ્ય શાળાઓ ખોલવામાં આવશે.
કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓ માટે એક અલગ મેનિફેસ્ટો તૈયાર કર્યો આ પહેલા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓને ૪૦ ટકા ટિકિટ આપવાની જોહેરાત કરી હતી. આ સિવાય પ્રિયંકાએ મહિલાઓ માટે ઘણા મોટાવાયદા પણ કર્યા છે. આ વચનોને લઈને એક અલગ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લગભગ ૭ કરોડ મહિલા મતદારો છે. ૩ થી ૪ કરોડમહિલા મતદારો સુધી પહોંચવા માટે કોંગ્રેસ એક મોટું જનસંપર્ક અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીએ હાલમાં જ આ અંગેની જોહેરાત કરી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓ માટે એક અલગ મેનિફેસ્ટો તૈયાર કર્યો છે.