ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બુધવારે સવારે ૫.૧૫ વાગ્યે ડબલ ડેકર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર ૧૮ મુસાફરોના મોત થયા હતા જયારે ૧૯ ઘાયલ છે. મૃતકોમાં ૧૪ પુરૂષો, ૨ મહિલાઓ અને ૨ બાળકોનો સમાવેશ થાય છે.આ અકસ્માત લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બાંગરમઉ કોતવાલી પાસે થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો ડ્રાઇવર સાઇડનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઇ ગયો હતો. મુસાફરો બહાર પડ્યા હતા. ત્યાં તેમનું મૃત્યુ થયું.
પોલીસે જણાવ્યું કે બસ દૂધના ટેન્કરને ઓવરટેક કરી રહી હતી. આ દરમિયાન તે બેકાબુ થઈ જતા ટેન્કર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. ૧૮ મૃતકોમાંથી ૧૬ની ઓળખ હજુ થઈ નથી. ૧૫ ઘાયલોની બાંગરમઉ સીએચસીમાં સારવાર ચાલી રહી છે. ૪ ગંભીર રીતે ઘાયલોને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. અથડામણ બાદ હાઈવે પર લાશોનો ઢગલો થઈ ગયો. ૩ પોલીસ સ્ટેશનના ઓફિસરોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.બસ ઉન્નાવના બાંગરમાઉ પહોંચી, ત્યારે પાછળથી એક સ્પીડમાં આવતા દૂધના ટેન્કરે તેને ઓવરટેક કરી. ઓવરટેક દરમિયાન બસ બેકાબૂ થઈને ટેન્કર સાથે અથડાઈ હતી.
અકસ્માત અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. બાંગરમાઉ ઈન્સ્પેક્ટર રાજકુમાર પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર બાંગરમાઉમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ ૧૮ લોકોને મૃત જાહેર કર્યા હતા. ડાક્ટરોએ ગંભીર રીતે ઘાયલોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યા છે.
બસ દુર્ઘટનામાં ઘાયલ થયેલા શિવમે કહ્યું- દુર્ઘટના સમયે બસમાં બધા સૂતા હતા. બસની ઝડપ પુરપાટ હતી. અમે ડ્રાઈવરને અનેકવાર કહ્યું હતું કે બસ ધીમે ચલાવો, પરંતુ તે માન્યો નહીં. આ દરમિયાન અચાનક ખૂબ જારથી અવાજ આવ્યો. હું ચોંકી ઉઠ્યો હતો. બસના કાચ તૂટેલા જાયા. લોકો બહાર રસ્તા પર પડ્યા હતા. અમે પાછળ બેઠા હતા, તેથી અમે બચી ગયા. બસ રોડ પર પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તા પર માત્ર મૃતદેહો જ દેખાતા હતા.બસમાં સવાર એક મુસાફર મોહમ્મદ ઉર્સે કહ્યું- હું બિહારના શિવહરનો રહેવાસી છું. અકસ્માત સમયે હું સૂતો હતો ત્યારે જારદાર ધડાકાનો અવાજ આવ્યો હતો. જાણે ભૂકંપ આવ્યો હોય એવું લાગ્યું. હું બસની બીજી બાજુ બેઠો હતો. માટે મોતથી બચી ગયો હતો. મારા હાથમાં ઈજા થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે વડાપ્રધાન મોદીએ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે આર્થિક મદદની પણ જાહેરાત કરી છે. સીએમ યોગીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું- અકસ્માત કાળજું કંપાવી દે તેવો છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને રાહત કાર્યમાં ઝડપ લાવવા સૂચના આપી છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું- અમે બિહાર સરકારના સંપર્કમાં છીએ. તપાસ બાદ ઘટનાનું કારણ જાણવા મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ શેર કરતી વખતે તેણે લખ્યું કે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં થયેલ માર્ગ અકસ્માત અત્યંત દર્દનાક છે. આમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શÂક્ત પ્રદાન કરે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. તે જ સમયે, વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે, વડા પ્રધાને દરેકના પરિવારોને વડા પ્રધાન રાષ્ટÙીય રાહત ભંડોળમાંથી ૨ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે. ઉન્નાવમાં અકસ્માતમાં એક વ્યÂક્તનું મોત. ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.