ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજોપતિ સહિત ત્રણ લોકોને સાંસદ-ધારાસભ્ય વિશેષ અદાલતે આજીવન કેદની સજો ફટકારી છે. કોર્ટે પ્રજોપતિને મહિલા પર બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યો હતો.કોર્ટે દોષિત પ્રજોપતિ અને અન્યને સજોની જોહેરાત કરી છે. કોર્ટે ગાયત્રી પ્રજોપતિને ૨ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગાયત્રી પ્રજોપતિ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના નેતૃત્વવાળી સરકારમાં ખાણકામ મંત્રી હતા. વિશેષ ન્યાયાધીશ પીકે રાયે ગાયત્રી પ્રજોપતિ અને અન્ય બેને પોસ્કો એક્ટની કલમો હેઠળ મહિલા સાથે સામૂહિક બળાત્કાર અને તેની સગીર પુત્રી પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. દોષિત ગાયત્રી પ્રજોપતિ, અશોક તિવારી અને આશિષ શુક્લાને આજીવન કેદની સજો ફટકારવામાં આવી છે. તે જ સમયે, આ કેસમાં અન્ય ચાર આરોપીઓ – વિકાસ વર્મા, રૂપેશ્ર્વર, અમરેન્દ્ર સિંહ અને ચંદ્રપાલ -ને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જોહેર કર્યા હતા.
આ મામલો ૨૦૧૭નો છે. ચિત્રકૂટ જિલ્લાની એક મહિલાએ સપા સરકારના કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજોપતિ અને તેના સહયોગીઓ પર સામૂહિક બળાત્કાર અને તેની પુત્રી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ કહ્યું હતું કે ગાયત્રી પ્રજોપતિ અને તેના સાગરિતોએ જો આરોપ પાછા ન ખેંચે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી પીડિતાએ કેસ નોંધવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ફેબ્રુઆરી ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગાયત્રી પ્રજોપતિ અને અન્ય લોકો વિરુદ્ધ ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં ગાયત્રી પ્રજોપતિની માર્ચ ૨૦૧૭ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ગાયત્રી પ્રજોપતિ જેલમાં છે અને સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં હવે નિર્ણય આવી ગયો છે