હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૨૮મીએ વરસાદ પડશે. રાજ્યમાં આગામી ૨૮ ડિસેમ્બરે માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, જિલ્લામાં પાલનપુર,થરાદ, ડીસા, વિગેરે જગ્યાઓ પર સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૨૭ ડિસેમ્બરે વાદળછાયા વાતાવરણ રહેશે.
રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેતા અને વરસાદની સિસ્ટમ દૂર થતાં ફરી એકવાર ઠંડીનું જોર વધી શકે છે. નવા વર્ષમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
તો બીજી બાજુ ખેતીપાકને નુકસાન થવાની સંભાવના છે. જિલ્લામાં જીરુ, રાયડો અને બટાકાનું મહત્તમ વાવેતર થયું છે. એવામાં આવાં વાતાવરણના કારણે ખેતી પાકમાં સુકારો નામનો રોગ આવવાની શક્યતાઓ વધી ગઈ હતી. જેથી
ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે આ રોગથી બચવા માટે પિયત કરવાનું ટાળવું જોઇએ અને ફૂગનાશક દવાનો છંટકાવ કરવાની કૃષિ સંશોધકે સલાહ આપી છે.