રાજ્યમાં હવે ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે આ સાથે જ ઉત્તરાયણમાં થતી ઘટનાઓની પણ શરૂઆત થઇ ગઇ છે. જી હા, આણંદથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે, જ્યા એક બાઇક સવારનું દોરીનાં કારણે ગળુ કપાયુ હોવાનુ સામે આવી રહ્યુ છે.
મિત્રો ઉત્તરાયણનાં ગણ્યા ગાંઠ્‌યા દિવસો બાકી રહ્યા છે, વળી ગુજરાતમાં તો દિવાળી બાદ જ પતંગો ચગાવવાનું શરૂ થઇ જાય છે. પરંતુ ઘણી વખત પતંગનો શોખ અન્ય માટે તેના જીવનનો અંતિમ દિવસ બની જાય છે. જી હા,આણંદમાં બનેલી ઘટનાએ એકવાર ફરી આ પર્વ પર ગ્રહણ લગાવવાનું કામ કર્યુ છે. અહી એક ચાઇનીઝ દોરીનાં કારણે એક બાઇક સવાર શખ્સનું ગળુ કપાઇ ગયુ છે, જેના કારણે તેનુ મોત થયુ છે. આ ઘટના આણંદનાં પેટલાદનાં આશી ગામ પાસે ઘટી હતી. બાઇક સવાર ગાના ગામનાં ૫૦ વર્ષીય આધેડ હતા. જેમનું આ હાદસામાં મોત થયુ છે. ત્યારે હવે પોલીસે અકસ્માતથી મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, લોકો હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણનાં દિવસે અગાશી ઉપર જઈને પતંગો ચગાવી પોતાના શોખને પુરા કરતા હોય છે. બાળકો માટે તો આ તહેવાર ૨-૩ મહિના સુધી ચાલતો તહેવાર છે, ઉત્તરાયણનાં એક દોઢ મહિના પહેલા અને એક દોઢ મહિના પછી પણ બાળકો તો ખુશી ખુશી આ પર્વને માણે છે. ઉત્તરાયણ માટે ગુજરાત જ પ્રખ્યાત કહેવાય છે, અહીંયાની ઉત્તરાયણને માણવા માટે દેશ વિદેશથી પણ લોકો આવે છે, ઘણી જગ્યાએ પતંગ મહોત્સવ પણ યોજાય છે અને મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આ ઉત્સવમાં જાડાતા હોય છે.