ઉત્તરાખંડમાં હરકસિંહ રાવતના રાજીનામા અને મંત્રી પદ છોડવાના મામલામાં મોટો વળાંક આવ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપે રાવતને મનાવી લીધા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે બીજેપી સાંસદ અનિલ બલુનીએ પણ હરક સિંહ સાથે વાતચીત કરી છે. આ પહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રાવતને કોટદ્વારમાં મેડિકલ કોલેજ માટે બજેટ બહાર પાડવાની ખાતરી આપી હતી. આ માહિતી આપતાં ભાજપના ધારાસભ્ય અને હરક સિંહના નજીકના સાથી ઉમેશ શર્મા કૌએ બંને નેતાઓના કોંગ્રેસમાં જવાની અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે કોઈ ક્યાંય જઈ રહ્યું નથી.શુક્રવારે ‘હું રાજીનામું આપી રહ્યો ર્છું એમ કહીને હરક સિંહ રાવતે કેબિનેટની બેઠક છોડી દીધી, તે પછી ભાજપમાં હલચલ મચી ગઈ હતી. ઘણી અટકળો ચાલી રહી હતી પરંતુ રાજીનામાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. શનિવારે, ભાજપ વતી સ્પષ્ટતા કરતી વખતે, કાઉએ કહ્યું કે કોટદ્વારમાં મેડિકલ કોલેજ બનાવવા માટે બજેટ આપવામાં આવશે અને સીએમ ધામીએ પણ હરક સિંહ રાવતને આશ્વાસન આપ્યું છે કે આ પ્રસ્તાવ માટે પૈસાની કોઈ અછત નહીં હોય. ત્યારપછી આ મામલો ઉકેલાઈ ગયો હોવાનું કહેવાય છે.હકીકતમાં જાઈએ તો, હરક સિંહ અને કાઉના કોંગ્રેસમાં પાછા ફરવાની અટકળો ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન કાઉએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે, કોઈ ક્યાંય નથી જઈ રહ્યું. ‘આપણે બધા સાથે આવ્યા છીએ, સાથે છીએ. કોઈ પાર્ટી નહીં છોડે.ર્ કાઉએ એમ પણ કહ્યું કે, ‘હવે હું મર્યા પછી જ ભાજપ છોડીશ.દેહરાદૂન પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે કહ્યું કે, હરક સિંહ રાવત સાથે તેમની વાતચીત થઈ છે અને હરક સિંહ નારાજ નથી. કૌશિકે કહ્યું, ‘પાર્ટીમાં બધુ બરાબર છે, કોઈ કોઈથી નારાજ નથી.ર્ આ વાતચીત બાદ ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી ધન સિંહ રાવતે કહ્યું, ‘પાર્ટીમાં બધુ ચકાચક છે. કોઈ પાર્ટી નથી છોડી રહ્યું.ધન સિંહે સ્પષ્ટ કહ્યું કે, સીએમ ધામીએ કોટદ્વારમાં મેડિકલ કોલેજા માટે ૫ કરોડની રકમ જાહેર કરી છે.આ પહેલા પણ છેલ્લા કેટલાક મહિનામાં હરકસિંહે દબાણની રાજનીતિ કરી છે અને ભાજપને દરેક વખતે બેકફૂટ પર આવવું પડ્યું છે. પુષ્કર ધામીને મુખ્યમંત્રી બનાવવાનો મામલો હોય કે, વર્કર્સ બોર્ડનો વિવાદ, દરેક વખતે ભાજપે હરકસિંહ રાવતને મનાવવાની વાત માનવી પડી. તેમને મહત્વના વિભાગો અને સત્તાઓ આપીને સંતુષ્ટ કરવામાં આવ્યા છે. આ વખતે પણ ભાજપે હરક સિંહના પ્રસ્તાવ પર સહમત થવું પડ્યું હતું.