ભાજપ ઉત્તરાખંડ વિધાનસભા ચુંટણીમાં આચાર સંહિતા બાદ ઉમેદવારોની પહેલી યાદી જારી કરશે.ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે કહ્યું કે પાર્ટીએ ઉમેદવારોની પસંદગીનું કાર્ય શરૂ કરી દીધુ છે.તેમણે કહ્યું કે કેન્દ્રીય સંસદીય બોર્ડ ઉમેદવારોના નામ નક્કી કરશે

પાર્ટી સાથે જાડાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં હેવીવેટ ચહેરાના નામ હોઇ શકે છે.તેમાં મુખ્યમંત્રી,પ્રદેશ અધ્યક્ષ,કેબિનેટ મંત્રીના નામ હોઇ શકે છે.બીજી યાદી કરતા પહેલા પાર્ટી પોતાનું હોમવર્ક પુરૂ કરશે.કહેવાય છે કે જે બેઠકો પર વધુ લોકોએ દાવેદારી કરી છે તેના પરભાજપ કોંગ્રેસના પત્તા ખોલ્યા બાદ જ યાદી જારી કરશે

ભાજપના ચુંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી વધુ માંગ છે.ત્યારબાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માંગ છે.પાર્ટી પ્રદેશમાં યોદીની એક ડઝન જેટલી ચુંટણી જાહેરસભા કરવાની યોજના બનાવી રહી છે.ઉત્તરાખંડની ચુંટણી રાજનીતિક ગરમાવો લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ડિસેમ્બરે હલ્દ્રાની આવશે.આ પહેલા તે દહેરાદુનમાં જાહેરસભા કરી ચુકયા છે.પાર્ટી મોદીની ભાવી જાહેરસભાઓનો કાર્યક્રમ બનાવી રહી છે. મોદી બાદ યોગીની જાહેરસભા યોજનાશે સુત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી ઉધમસિંહ નગર અને હરિદ્વારમાં પણ યોગીની જાહેરસભા કરાવવાની યોજના બનાવી રહી છે.