ક્રિષ્ણા પટેલના અપના દલ (કામેરવાદી) એ સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કરતાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મા-દીકરી સામસામે આવી ગયાં છે. ક્રિષ્ણા પટેલનાં પુત્રી અનુપ્રિયા પટેલ મોદી સરકારમાં મંત્રી છે. અનુપ્રિયાની અપના દલ (સોનેલાલ)નું ભાજપ સાથે જોડાણ છે.
ક્રિષ્ણા અને અનુપ્રિયાનો પ્રભાવ એક જ વિસ્તારમાં હોવાથી બંને વચ્ચે સીધી ટક્કર થશે. બંને પક્ષ વચ્ચે અત્યારથી સામસામી આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે એ જોતાં જોરદાર જંગ જોમશે એ સ્પષ્ટ છે. ક્રિષ્ણા પટેલની બીજી દીકરી પલ્લવી અને જમાઈ પંકજ નિરંજન અપના દળ (કામેરવાદી)માં છે જ્યારે અપના દલ (સોનેલાલ) પર અનુપ્રિયા અને તેમના પતિ આશિષ પટેલનું વર્ચસ્વ છે તેથી આ જંગ એક જ પરિવારનો છે.
અપના દલની સ્થાપના બસપાના સ્થાપકો પૈકીના એક સોનેલાલ પટેલે ૧૯૯૬માં કરી હતી. ૨૦૦૯માં સોનેલાલ ગુજરી ગયા પછી છેક ૨૦૧૬ સુધી આખો પરિવાર એક હતો. એ પછી સોનેલાલની દીકરીઓ અનુપ્રિયા અને પલ્લવી વચ્ચે ઝગડો થતાં અપના દલમાં ભંગાણ પડયું હતું. માતા ક્રિષ્ણા પલ્લવી સાથે રહ્યાં છે