રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન મધ્યપ્રદેશમાં ત્રણ વિદ્યાર્થિનીને આપેલું વચન ૧૦ દિવસમાં જ પૂરું કર્યું છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાની ભારત જાડો યાત્રા દરમિયાન હાલ રાજસ્થાનમાં છે. ગુરુવારે યાત્રાની બુંદી જિલ્લામાં એન્ટ્રી થઈ હતી. કોટામાં યાત્રા પૂર્ણ થયા પછી રાહુલ સીધા બુંદીના ગુડલીમાં બનાવેલા હેલિપેડ પહોંચે છે. ત્યાં ઉજ્જૈનની ત્રણ વિદ્યાર્થિની રાહુલની રાહ જાઈને બેસેલી હતી. તેઓ રાહુલ સાથે હેલિપેડની રાઈડ કરવા આવી હતી.૨૯ નવેમ્બરે ઉજ્જૈનમાં યાત્રા દરમિયાન રાહુલ ૧૧માની વિદ્યાર્થિની શીતલ, અંતિમા અને ધો.૧૦માં ભણનારી ગિરિજાને મળ્યા હતા. રાહુલે તેમની સાથે અનેક ડ્રીમ કરિયરને લઈને વાત કરી. રાહુલે પૂછ્યું કે શાળા પછી ભણતર સિવાય તેમનાં કયાં-કયાં સપનાં છે. વાત વાતમાં તેમણે રાહુલને હવાઈયાત્રા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ સમયે રાહુલે ત્રણેયને વચન આપ્યું હતું કે તમને જલદી હવાઈયાત્રા કરાવીશ. વિદ્યાર્થિનીઓ હેલિકોપ્ટરને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. તેમણે હેલિકોપ્ટરને લઈને પાઇલટને ઘણા પ્રશ્નો પણ પૂછ્યા.
રાહુલે ૧૦ દિવસમાં પોતાનું વચન પૂરું કરતાં ત્રણેય વિદ્યાર્થિનીને ૨૦ મિનિટની હેલિકોપ્ટર રાઈડ કરાવી. જ્યારે તે લોકો હેલિકોપ્ટરમાંથી નીચે ઊતર્યાં ત્યારે રાહુલે તેમને ચોકલેટ પણ આપી. હેલિકોપ્ટરના પાઇલટે ૧૦ મિનિટ સુધી તેમને ટેક્નિકલ માહિતી પણ આપી. તેમણે રાહુલ સાથે ફોટા પણ પડાવ્યા.ઉજ્જૈન રહેવાસી ૧૧મા વર્ગની શીતલ પાટીદાર, અંતિમા પવાર અને ૧૦માની વિદ્યાર્થિની ગિરિજા પવારે જણાવ્યું હતું કે આ અમારા માટે એક સપનું પૂરું થયા સમાન છે. તેમણે જણાવ્યું હતું કે અમે પહેલી વાર હેલિકોપ્ટરમાં બેઠા અને એ પણ રાહુલ ગાંધી સાથે. આ ક્ષણ અમારા માટે અકલ્પનીય હતી.ત્રણેય વિદ્યાર્થિની કહે છે, રાહુલે તેમની સાથે ઘણી વાતો કરી. તેમણે કરિયરને લઈને ઘણાં સૂચનો પણ આપ્યા હતા.
યાત્રા દરમિયાન અમે એક સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી રાહુલ ગાંધી સાથે જાડાયા. ત્યારે તેમણે કહ્યું હતું કે સમર્પણ અને મહેનતથી લક્ષ્ય તરફ આગળ વધશો તો હવાઈયાત્રા કરવાનું સપનું પૂરું થશે. હવાઈયાત્રા દરમિયાન રાહુલે અમને કહ્યું હતું કે દેશભરની યાત્રા દરમિયાન તેઓ બાળકોને મળે છે અને તમામ બાળકોએ મોટા પડદા પર જવાની ઈચ્છા વ્યક્ત કરે છે.
તેમણે કહ્યું હતું કે બાળકો જે કંઈપણ કરે એ દિલથી કરે, તેમને જે પણ સૌથી વધુ ગમતું હોય એ દિલથી કરીને પોતાની કારકિર્દી બનાવવી જોઈએ. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે રાહુલે અમને કહ્યું હતું કે પરિવાર કે સમાજના દબાણમાં કરિયર પસંદ ન કરો, તમારી પસંદગીની કારકિર્દી પસંદ કરો. હવાઈ ??સફર બાદ રાહુલે વિદ્યાર્થિનીઓને હેલિકોપ્ટરની સ્પીડ, એ કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે જેવી મહ¥વની માહિતી આપી હતી.