રાજકોટ શહેરના ત્રંબા વિસ્તાર સ્થિત કસ્તુરબા માનવ મંદિરમાં આંતરરાષ્ટ્રીય કિન્નર અખાડાના ઉજ્જૈન મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ માતા સતી નંદગીરીજીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે માનવસેવા દ્વારા ઉજવણી કરી હતી. માતાજીએ આશ્રમમાં રહેતા ૧૦૦થી વધુ મંદબુદ્ધિ ધરાવતા વ્યક્તિઓને પૌષ્ટિક જ્યુસ પીવડાવી, સ્વાસ્થ્ય અને પોષણનો સંદેશ આપ્યો હતો. આ સાથે માતાજીએ ત્યાંના તમામ સ્ટાફ સભ્યો અને સંચાલકોને આશીર્વાદ આપીને તેમની સેવા ભાવનાની પ્રશંસા પણ કરી હતી.આ પ્રસંગે માતા સતી નંદગીરીજીએ જણાવ્યું કે “દરેક સનાતનીએ પોતાના જન્મદિવસ, તહેવાર કે કોઈપણ શુભ પ્રસંગને ફક્ત ભોજન કે ઉજવણી સુધી મર્યાદિત ન રાખવો જોઈએ, પરંતુ ગૌશાળા, અનાથાલય, વૃદ્ધાશ્રમ કે માનવ સેવાના સ્થળે જઈને કોઈનું કલ્યાણ થાય તેવું કાર્ય કરવું જોઈએ. ધર્મનો સાચો અર્થ માનવતા સાથે
જોડાયેલો છે.”