ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અને જસ્ટિસ એસ વેંકટનારાયણ ભટ્ટીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધીને ૩૨ થઈ ગઈ છે. આ રીતે આજે દેશની સુપ્રીમ કોર્ટને બે નવા જજ મળ્યા હતા. કેન્દ્રએ ૧૨ જુલાઈના રોજ જસ્ટિસ ભુઈયા અને ભટ્ટીને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કર્યા હતા. એ પછી આ રીતે કોર્ટના પોશાકમાં શપથવિધિ થઈ હતી. આ ન્યાયાધીશોની નિમણૂક સાથે સર્વોચ્ચ અદાલતની સંખ્યા વધીને ૩૨ થઈ ગઈ છે અને વધુ બે જગ્યાઓ બાકી છે. જે આવનારા સમયમાં પૂર્તિ થઈ શકે છે. જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા અને જસ્ટિસ એસ વેંકટનારાયણ ભટ્ટી કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા.
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ટ્વિટ કરીને બંને જજાની નિમણૂક અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાષ્ટિપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા-વિચારણાં કર્યા પછી જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાં અને એસ.વી.ભટ્ટીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે.