ઉજ્જવલા-ર યોજના અંતર્ગત ધર્મ એચ.પી. ગેસ એજન્સી-સનખડા દ્વારા જાફરાબાદના ચિત્રાસર ગામે ૧૩૧ બહેનોને વિનામૂલ્યે ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ પ્રતિનિધિ જાદવભાઇ રાઠોડ, ઉપસરપંચ છગનભાઇ સહિતનાઓ હાજર રહ્યા હતા. ગેસ એજન્સીના માલિક ભાવેશભાઇ કેશુર દ્વારા બહેનોને ગેસ સિલિન્ડરનો ઉપયોગ કેવી રીતે કરવો? શું સાવચેતી રાખવી? વગેરે અંગે ડેમો બતાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જીતુભાઇ બાંભણીયા, રમેશભાઇ મકવાણા સહિત એજન્સી સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.