રાજુલા તાલુકાના ઉચૈયા ગામે ગ્રામપંચાયત ચુંટણી યોજાઈ હતી. જેમાં નવ નિયુકત સરપંચ અને સભ્યો પણ ચૂંટાયા છે. ત્યારે ચૂંટણી સમયે રાજકિય આક્ષેપો થયા હતા જા કે હવે ચૂંટણી પુરી થઈ ગઈ હોય અને નાના એવા ગામની એકતા જળવાઈ રહે તેમજ જીતેલા અને હારેલા ઉમેદવારો સાથે બસી ગામના વિકાસની ચર્ચા કરી રાજય સરકારમાંથી વધુમાં વધુ ગ્રાન્ટ લાવી ગામનો ઉત્તરોત્તર વિકાસ થાય તેવા પ્રયત્નો કરે સાથોસાથ રાજકિય પક્ષાપક્ષી દુર કરી આગેવાનો ગામના વિકાસમાં સહકાર આપે તેવી કાઠી ક્ષત્રિય સમાજના બારોટ દેવના પ્રયાસો હોવાનુ અમરૂભાઈ બારોટે જણાવ્યુ છે.